પૂર્વ ભાજપ સાંસદ અને મંત્રી દર્શના જારદોશ ને માનનીય ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે સૌહાર્દપૂર્ણ અને અર્થપૂર્ણ મુલાકાત કરવાની તક મળી. મુલાકાત દરમિયાન તેમણે Ami Handicrafts ની સ્વાવલંબી અને કુશળ મહિલા કારીગરોએ તૈયાર કરેલી વિશેષ હસ્તકલા કૃતિ સન્માનરૂપે અર્પણ કરી.
મુલાકાત દરમિયાન ગુજરાતના વિકાસ મોડલ અને રાજ્યની આગામી યોજનાઓ અંગે ચર્ચા થઈ. છેલ્લા કેટલાય વર્ષોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના નેતૃત્વ હેઠળ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
