સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી લોટસ રેસિડેન્સીમાં આજે ભક્તિભાવથી ગણેશ વંદના મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકા ગાર્ડન સમિતિના અધ્યક્ષ અને વોર્ડ નં. ૧ના કોર્પોરેટર ગીતાબેન સોલકી, જીતુભાઈ સોલકી, અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જે.બી. વનાર, પત્રકાર જયુભાઈ ટાંક, પીઆઈ ડી.કે. પટેલ, ડી-સ્ટાફ પોલીસ ટીમ તથા સોસાયટીના યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્સવ દરમિયાન તમામ મહેમાનોએ ભેગા મળી ગણેશ આરતી ઉતારી અને બાદમાં મહાપ્રસાદનો સ્વીકાર કર્યો હતો.
લોટસ રેસિડેન્સીના રહીશોએ તમામ મહેમાનો નું ફૂલોથી અને ગણેશજીનો પરંપરાગત ખેસ પહેરાવીને ભાવપૂર્વક સન્માન કર્યું હતું
