ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સુરત મહાનગર વોર્ડ નં. 7 (કતારગામ વેડ) ના કોર્પોરેટર રાજેશકુમાર જોળીયા સ્થાનિક મંડળ દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી, કતારગામ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિનુભાઈ મોરડિયા, અન્ય કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ, કાર્યકર્તા મિત્રો તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજેશકુમાર જોળીયાએ કાર્યક્રમના અતિ ઉત્તમ અને ભવ્ય આયોજન બદલ વોર્ડ નં. 7 ના તમામ આયોજકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા, તેમજ તમામ પાર્ટી સભ્યો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને નૂતન વર્ષની શુભકામનાઓ અર્પી. તેમણે કાર્યક્રમ દરમિયાન દર્શાવાયેલી એકતા અને ઉત્સાહની ભાવનાને વખાણી હતી.
