વોર્ડ 17ની કોર્પોરેટર એડવોકેટ સ્વાતી ક્યાડા પોતાના મતવિસ્તારની એક સોસાયટીની મુલાકાતે ગયા હતા, જ્યાં સોસાયટીના પ્રમુખ તરફથી પ્રાથમિક સમસ્યાઓ અંગે ફરિયાદ મળેલી હતી. સ્થળ નિરીક્ષણ બાદ તેમણે તાત્કાલિક સંબંધિત અધિકારીઓ સાથે સંપર્ક કરી સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યવાહી શરૂ કરી.
એડવોકેટ સ્વાતી ક્યાડાએ રહીશોને ખાતરી આપી કે તેમના પ્રશ્નોના ઉકેલ માટે જરૂરી પગલાં ચાલુ કરવામાં આવ્યા છે અને વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ સુધારવા પ્રયત્નો થઈ રહ્યા છે.
