વોર્ડ 5ની કોર્પોરેટર નિરાલી પટેલ તુલસી ફાર્મ, સરથાણા ખાતે શ્રી વ્રજવિલાસ હવેલી દ્વારા આયોજિત પુષ્ટિમાર્ગીય નવવિલાસ પર્વમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી (શ્રી રાજુબાવા), પૂ.પા.ગો. ૧૦૮ શ્રી કલ્યાણરાયજી મહારાજશ્રી તથા પૂ.પા.ગો. ૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદયશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રસંગે સુરતની 161 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી કુમારભાઈ કનાણી સહિત અનેક ભક્તો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
