વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આવનારા 17 સપ્ટેમ્બરના જન્મદિવસ નિમિત્તે “સેવા પખવાડિયા” અંતર્ગત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત શહેરમાં પણ અનેક સ્થળોએ આ શિબિર યોજાશે, જ્યાં નાગરિકોને આગળ આવી રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકાની વોર્ડ 5ની કોર્પોરેટર નિરાલી પટેલે જનતાને આ પહેલમાં સક્રિય રીતે જોડાવા અને કાર્યક્રમને ભવ્ય સફળ બનાવવા અપીલ કરી હતી.
