ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના પ્રમુખ અને ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે બિહારની જનતાએ ફરી એકવાર NDA સરકાર પર મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારજીના માર્ગદર્શન હેઠળ મતદાતાઓએ “જંગલરાજ”ના સમયમાં મળતી અશાંતિને મજબૂત અવાજે નકારી દીધી છે અને મહિલા સુરક્ષા, યુવાનોને રોજગાર, શિક્ષણ તથા બિહારના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપી છે.
પરેશ પટેલે આગળ જણાવ્યું કે સુરતના BJP કાર્યકર્તાઓએ પણ માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને બિહારના સહપ્રભારી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા સાથે કાર્ય કર્યું છે.
