સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન તથા સુરત મહાનગર પાલિકા (SMC) ના વોર્ડ નં. 19ના કોર્પોરેટર વિજય ચોમલ દ્વારા આજણા વિસ્તારના રામ લક્ષ્મણ એપાર્ટમેન્ટમાં બે રેન વોટર હાર્વેસ્ટિંગ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે ટી.પી. ચેરમેન નાગરદાસ પટેલ તથા સમાજના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ પહેલનું સ્વાગત કર્યું હતું.
આ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમના સ્થાપનથી એપાર્ટમેન્ટ વિસ્તારમાં ભૂગર્ભ જળનું સંરક્ષણ થશે તથા પાણીના ટકાઉ સંચાલનને પ્રોત્સાહન મળશે એવી અપેક્ષા છે
