અમરોલી વિસ્તારમાં આવેલા આવાસ H-2 ના રહેવાસીઓએ ગટર લીકેજ અને ખરાબ રસ્તાને લઈ ફરિયાદ કરતાં, વોર્ડ 16 ની કોર્પોરેટર પાયલ સાકરિયા અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચી ને સ્થિતિનું રૂબરૂ નિરીક્ષણ કર્યું.
રહેવાસીઓ અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ગટર ઓવરફ્લો, દુર્ગંધ અને રસ્તાની ખરાબ હાલતને કારણે લોકોને ભારે હાલાકી થતી હતી. બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું.
કોર્પોરેટર સાકરિયાએ સ્થળ પર હાજર રહી અધિકારીઓ સાથે ચર્ચા કરી અને સમસ્યાઓની ગંભીરતા સમજવા માટે રહેવાસીઓની વાત પણ સાંભળી. તેમણે ખાતરી આપી કે, આ સમસ્યાઓને પ્રાથમિકતા આધારે તરત જ ઉકેલવામાં આવશે.
નિરીક્ષણ બાદ તેમણે સંબંધિત વિભાગને तात્કાલિક ગટર લાઇનની મરામત અને રોડ રીપેરનું કામ શરૂ કરવાની સૂચના આપી. સાકરિયાએ સ્પષ્ટ કર્યું કે, જાહેર સુવિધાઓ વિષે કોઈપણ વિલંબ સહન કરવામાં નહીં આવે.
