સાયોના પ્લાઝા પાસે રોડ પર મોટુ ઝાડ પડવાથી મુસાફરોને અડચણો આવી હતી. ફરિયાદ મળતા જ વોર્ડ ૧૭ કોર્પોરેટર એડવોકેટ સ્વાતીબેન ક્યાડા એ તાત્કાલિક ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરી, જેમાં ફાયર ટીમે ઝડપથી ઝાડ દૂર કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો.
ઝડપથી કરવામાં આવેલી કાર્યવાહી સાથે જાહેરની સુરક્ષા સુનિશ્ચિત થઈ અને સમસ્યા નું તાત્કાલિક સમાધાન થયુ જે કોર્પોરેટરની સ્થાનિક નાગરિક સમસ્યાઓને ધ્યાનમાં લેતી કાર્યક્ષમ ભૂમિકા દર્શાવે છે.
