વોર્ડ નં. 3ના કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા પાસોદરા વિસ્તારમાં પ્રવેશ કરતા જ ક્રિષ્ના પાર્ક–૧ પાસે પસાર થતી ખાડી પર બનાવેલ નાળાની હાલની સ્થિતિનું નિરીક્ષણ કરવા અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરવામાં આવી.
હાલની પરિસ્થિતિમાં આ નાળો ખૂબ જ સાંકડો પડતો હોવાથી વરસાદી પાણીની યોગ્ય નિકાસમાં અવરોધ સર્જાવાની શક્યતા રહે છે. આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈ કોર્પોરેટર મહેશ અણઘણે અધિકારીઓને રૂબરૂ સ્થળ વિઝીટ કરાવી નાળાને વધુ પહોળું કરવાની જરૂરિયાત અંગે ચર્ચા કરી.
સ્થળ પર અધિકારીઓ સાથે આગળની કાર્યવાહી, આયોજન અને જરૂરી કામગીરી તાત્કાલિક શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી, જેથી વિસ્તારમાં રહેતા નાગરિકોને ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
