સુરત શહેરમાં આરોગ્ય જાગૃતિ અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે MY FM દ્વારા આયોજિત વોકેથોન 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોર્ડ નં. 6 ના માનનીય કોર્પોરેટર દક્ષેશ માવણી ગર્વભેર ઉપસ્થિત રહ્યા અને વોકેથોનને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો.
આ વોકેથોનનો મુખ્ય ઉદ્દેશ “Vocal for Local” અને *“Healthy Heart”*નો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત તેમજ દિવ્ય ભાસ્કરના સંપાદક શ્રી મૃગુંગભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દક્ષેશ માવણી જણાવ્યું કે, આવા કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે છે અને સાથે સાથે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળે છે, જે દેશના આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. તેમણે આયોજકોને અભિનંદન પાઠવ્યા અને સુરતવાસીઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો.
