ગુજરાત જોડો અભિયાન” અંતર્ગત ગઈકાલે ઓલપાડ વિધાનસભાના ઉત્રાણ વિસ્તાર, વોર્ડ નં. ૧ પાટીદાર ચોક ખાતે ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ઉત્રાણ વિસ્તારના મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સભામાં સુરત શહેર આપ પ્રમુખ ધર્મેશ ભંડેરી દ્વારા સુરત શહેર લોકસભા પ્રમુખ રજનિકાંત વાઘાણી, વોર્ડ નં. ૨ના કોર્પોરેટર એડવોકેટ મોનાલી હિરપરા, ઓલપાડ વિધાનસભા સહ-પ્રભારી પરિમલ કાનાણી, ઓલપાડ વિધાનસભા સહ-પ્રભારી શોભના વાઘાણી, સુરત શહેર ઓબીસી પ્રમુખ નિલેશ ચૌહાણ અને વોર્ડ નં. ૧ના પ્રભારી પંકજ સરખેડીયા ઉપસ્થિત રહ્યા હતા.
તેમની સાથે વોર્ડ નં. ૧ અને વોર્ડ નં. ૨ના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો અભિયાનને ટેકો આપવા અને એકતા દર્શાવવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
