વોર્ડ નં. 5ના અશ્વની કુમાર / ફૂલપાડા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીમાં સ્થાનિકોની પ્રાથમિક સમસ્યાઓ અંગે ફરિયાદ મળતા જ કોર્પોરેટર નિરાલી પટેલે તાત્કાલિક સ્થળ પર મુલાકાત લીધી હતી.
કોર્પોરેટર નિરાલી પટેલે સોસાયટીના રહેવાસીઓ સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓને નજીકથી સાંભળી અને સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી માટે સૂચનાઓ આપવાની ખાતરી આપી.
સ્થાનિકોએ સમયસર સ્થળ પર હાજરી આપી સમસ્યાઓ અંગે ગંભીરતા દાખવવા બદલ કોર્પોરેટર નિરાલી પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
