કોર્પોરેટર નિરાલી પટેલે પોતાના મતવિસ્તાર ફૂલપાડા અશ્વિનિકુમાર (સુરત) વોર્ડ નંબર 5 ની રતનજીનગર સોસાયટીની મુલાકાત લીધી, જ્યાં નવા સી.સી. રોડનું બાંધકામ કાર્ય હાલ ચાલી રહ્યું છે. તેમણે સ્થળ પર જઈ સોસાયટીના સભ્યો સાથે મુલાકાત કરી અને કામની પ્રગતિ વિશે માહિતી મેળવી.