ગુજરાત સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને મેડિકલ એજ્યુકેશન (સ્વતંત્ર પ્રભાર) તથા પ્રોટોકોલ મંત્રી અને 158–કમરેજ વિધાનસભા (સુરત) ના ધારાસભ્ય પ્રફુલ્ પાણશેરિયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેડીયાપાડાના નાગરિકોને અભિવાદન કર્યું ત્યારે સમગ્ર નર્મદા જિલ્લામાં “નમો-નમો” ના જયઘોષની ગુંજ ઉઠી હતી.
તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીશ્રીને મળેલું આ ઉત્સાહભર્યું સ્વાગત લોકોમાં તેમની પ્રત્યેનો ઊંડો સન્માન અને વિશ્વાસ દર્શાવે છે.
