આજ રોજ વોર્ડ નં. 17ના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની હાજરીમાં #આપ વિસાવદર ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા એ સુરત રિંગરોડ સ્થિત ટેકસટાઇલ માર્કેટના વેપારીઓની મુલાકાત લીધી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વેપારીઓને પડતી મુશ્કેલીઓ અને અસુવિધાઓ અંગે માહિતી મેળવવાનો હતો.
“વેપારીઓના દ્વારે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ સુરત ટેકસટાઇલ વેપારીઓની મુલાકાત લઈને” તેમની સમસ્યાઓ અંગે સીધી ચર્ચા કરી. વેપારીઓએ પોતાના વ્યવસાયમાં પડતી તકલીફો, માર્કેટની સુવિધાઓ અને અન્ય અગવડતાઓ અંગે ખુલ્લેઆમ રજૂઆત કરી.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ વેપારીઓની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને ખાતરી આપી કે તેમની તમામ સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી હંમેશા જમીન પર લોકોની વચ્ચે રહીને સમસ્યાઓનું નિરાકરણ લાવવા પ્રતિબદ્ધ છે.
વોર્ડ 17ના કોર્પોરેટર વિપુલ સુહાગિયા એ જણાવ્યું કે સુરતનું ટેકસટાઇલ ક્ષેત્ર શહેરની આર્થિક રીઢ છે અને વેપારીઓને પડતી મુશ્કેલીઓનો સીધો અસર હજારો પરિવારો પર પડે છે. તેમણે ગોપાલ ઇટાલિયાની મુલાકાતને આવકાર આપ્યો અને કહ્યું કે આવી મુલાકાતો દ્વારા સાચી સમસ્યાઓ સામે આવે છે.
