વોર્ડ નં. 5ના કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને 41મા જન્મદિવસની શુભેચ્છા, 41 હજાર નોટબુકનું વિતરણ

વોર્ડ નં. 5ના કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને 41મા જન્મદિવસની શુભેચ્છા, 41 હજાર નોટબુકનું વિતરણ

na

વોર્ડ નં. 5ના કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને તેમના 41મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે ઉજવણી સાથે સમાજહિતનો સંદેશ પણ આપવામાં આવ્યો.

આ શુભ અવસરે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા એક સરાહનીય પહેલ તરીકે 41,000 નોટબુક અને 41,000 સાઇબર સુરક્ષા જાગૃતિ બુકનું વિતરણ કરવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સાથે ડિજિટલ સુરક્ષા અંગે પણ જાગૃત કરવાનો હતો.

તે અંતર્ગત હિન્દી સરસ્વતી સ્કૂલમાં શ્રી પિયુષ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને બુકનું વિતરણ કરવામાં આવ્યું, જેનાથી શિક્ષણ અને જાગૃતિ માટેનો સંકલ્પ વધુ મજબૂત બન્યો.

કોર્પોરેટર નિરાલી પટેલએ જણાવ્યું કે આવી પહેલો દ્વારા સમાજના ભવિષ્ય સમાન બાળકોને સશક્ત બનાવવામાં મદદ મળે છે અને સેવા દ્વારા જન્મદિવસ ઉજવવાનો આ ઉત્તમ ઉદાહરણ છે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart