વોર્ડ નં. 16માં આવેલ તળાવ ખાતે ડ્રગ્સ અને દારૂની પ્રવૃત્તિઓ મુદ્દે કોર્પોરેટર પાયલ સાકરિયાની પુણા પોલીસ સાથે રૂબરૂ મુલાકાત

વોર્ડ નં. 16માં આવેલ તળાવ ખાતે ડ્રગ્સ અને દારૂની પ્રવૃત્તિઓ મુદ્દે કોર્પોરેટર પાયલ સાકરિયાની પુણા પોલીસ સાથે રૂબરૂ મુલાકાત

na

મતવિસ્તાર વોર્ડ નં. 16માં આવેલ તળાવ વિસ્તારમાં આવારા તત્વો દ્વારા ખુલ્લેઆમ ડ્રગ્સ અને દારૂના નશાની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ફરિયાદો મળતા, વોર્ડ 17ના કોર્પોરેટર પાયલ સાકરિયા આજે પુણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ શ્રી સાથે સ્થળ પર રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતા.

સ્થાનિક નાગરિકોએ આ તળાવ વિસ્તારમાં અસામાજિક તત્વોની હરકતોને કારણે ભય અને અશાંતિ ફેલાઈ રહી હોવાની ફરિયાદ કરી હતી. આ મામલે તાત્કાલિક નોંધ લેતાં કોર્પોરેટર પાયલ સાકરિયાએ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી.

તેમણે આવા ન્યુસન્સમાં વધારો ન થાય તે માટે દરરોજ પેટ્રોલિંગ કરવા તેમજ તળાવની અંદર નિયમિત ચેકિંગ હાથ ધરવા સૂચના આપી. જાહેર સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી કડક પગલાં લેવા પણ તેમણે ભાર મૂક્યો.

કોર્પોરેટર પાયલ સાકરિયાએ સ્થાનિક નાગરિકોને આશ્વાસન આપ્યું કે વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેઓ પોલીસ પ્રશાસન સાથે સતત સંકલન રાખશે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart