ખોરાકની બરબાદી ઘટાડવા વૈશ્વિક ચર્ચા: સુરતમાં 14 દેશોના પ્રતિનિધિઓ સાથે રાષ્ટ્રીય સ્તરની વિશેષ કોન્ફરન્સનું આયોજન

ખોરાકની બરબાદી ઘટાડવા વૈશ્વિક ચર્ચા: સુરતમાં 14 દેશોના પ્રતિનિધિઓ સાથે રાષ્ટ્રીય સ્તરની વિશેષ કોન્ફરન્સનું આયોજન

na

ધારાસભ્ય-૧૬૮ ચોર્યાસી વિધાનસભા, APMC સુરતના ચેરમેન, સુમુલ ડેરી તથા સુ.ડિ.કો.ઓ બેંકના ડિરેક્ટર શ્રી સંદીપ દેસાઈના માર્ગદર્શન હેઠળ વર્લ્ડ યુનિયન ઓફ વર્લ્ડ હોલસેલ માર્કેટ્સ (શાકભાજી અને ફળ) તેમજ નેશનલ કાઉન્સીલ ઓફ સ્ટેટ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ બોર્ડ (COSAMB), નવી દિલ્હી અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC), સુરતના સંયુક્ત ઉપક્રમે “શેપીંગ ધ ફ્યુચર ફોર ટ્રાન્સફોર્મિંગ ફૂડ લોસ એન્ડ વેસ્ટ” વિષય પર રાષ્ટ્રીય સ્તરની વિશેષ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બે દિવસીય કોન્ફરન્સ તા. ૨૧ અને ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ યોજાશે, જેમાં ૧૪ દેશોના પ્રતિનિધિઓ, તેમજ ૯ રાજ્યોના એગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડના અધ્યક્ષો અને મેનેજિંગ ડિરેક્ટરો ઉપસ્થિત રહેશે.

વિશેષ કોન્ફરન્સના પ્રથમ દિવસે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ના ભારતના પ્રતિનિધિ શ્રી તાકાયુકી હાગીવાડા, COSAMB ના અધ્યક્ષ શ્રી હરચંદસિંહ બરસટ, ફ્રાન્સના એગ્રીકલ્ચર એન્ડ હેલ્થ રિજનલ ઇકોનોમી ડિપાર્ટમેન્ટ અંતર્ગત રાજદ્વારી શ્રીમતી મૌલશ્રી ડાગર, પેસેફિક રિજનલ ગ્રુપ ઓફ વર્લ્ડ યુનિયન ઓફ હોલસેલ માર્કેટ્સ (TBC) ના અધ્યક્ષ શ્રી મા ઝેંગજૂન, સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સહિત અનેક દેશ-વિદેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart