પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે સમગ્ર દેશમાં "સેવા પખવાડિયા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલના ભાગરૂપે સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે વિશેષ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટીલની વિશેષ હાજરી રહી હતી. તેમણે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત થનારી આવનારી પ્રવૃત્તિઓ અંગે પાર્ટીના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.
સુરત વોર્ડ 5ની કોર્પોરેટર તથા ભાજપ નેતા નિરાલી દેસાઈએ બેઠકમાં સક્રિય રીતે ભાગ લીધો હતો અને આ પખવાડિયા અભિયાનની સફળ અમલવારી માટે વરિષ્ઠ નેતૃત્વમાંથી માર્ગદર્શન મેળવ્યું હતું.
