સુરતમાં પાટીદાર સમાજનો ભવ્ય સન્માન સમારોહ: વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ માવણીએ વ્યક્ત કર્યો આભાર

સુરતમાં પાટીદાર સમાજનો ભવ્ય સન્માન સમારોહ: વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ માવણીએ વ્યક્ત કર્યો આભાર

na

 સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા સુરત ખાતે આયોજિત ભવ્ય અને રાજસ્વી સન્માન સમારોહમાં વોર્ડ નં. 6ના કોર્પોરેટર દક્ષેશ માવણીએ આયોજકો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, માન. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સહિત સાથી મંત્રીઓ, હોદ્દેદારો અને સામાજિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી.

કોર્પોરેટર દક્ષેશ માવણીએ જણાવ્યું કે, “સુરત ખાતે સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત ભવ્ય રાજસ્વી સન્માન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel, પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal, નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi, માન. કેન્દ્રીય મંત્રી શ્રી Mansukh Mandaviya તથા કેન્દ્રીય મંત્રી શ્રી C R Paatil સહિત સાથી મંત્રીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ તેમજ સામાજિક આગેવાનશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં અદભૂત સ્નેહી સ્વાગત-સન્માન કરવા બદલ તમામ સભ્યશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”

આ પ્રસંગે સમાજની એકતાને ઉજાગર કરતા તેમણે ઉમેર્યું કે, “આ પ્રસંગે વડીલોનું આશીર્વાદરૂપ માર્ગદર્શન અને યુવાઓનો ઉત્સાહથી સમાજની સાચી શક્તિ ઝળહળી ઉઠી. પાટીદાર સમાજે શિક્ષણ, ઉદ્યોગ, સેવા અને સંસ્કારના ક્ષેત્રે જે દિશાદર્શન આપ્યું છે, તે સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ છે.”

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart