ભાજપ સુરત શહેર અધ્યક્ષ તથા પૂર્વ સ્ટૅન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે સુરત એરપોર્ટ પર પધારેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું હાર્દિક સ્વાગત કર્યું. પટેલે જણાવ્યું કે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કરવાનો અવસર મળવો એ પોતાના માટે સન્માનની બાબત છે તથા સુરતના વિકાસકાર્યો માટે મંત્રીશ્રી દર્શાવતા સતત સહકાર બદલ તેમણે આભાર વ્યકિત કર્યો.
