વીર બાલ દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકાનો ભાવપૂર્ણ કાર્યક્રમ, વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ માવણી રહ્યા ઉપસ્થિત

વીર બાલ દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકાનો ભાવપૂર્ણ કાર્યક્રમ, વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ માવણી રહ્યા ઉપસ્થિત

na

સુરત મહાનગરપાલિકા દ્વારા ‘વીર બાલ દિવસ’ નિમિત્તે ભજન, કિર્તન અને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોર્ડ નં. 6ના કોર્પોરેટર દક્ષેશ માવણી ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

આ અવસરે સાહસ અને શૌર્યના પ્રતિક એવા ગુરુ ગોવિંદસિંહજી મહારાજના સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. દેશ અને ધર્મની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર સાહિબજાદાઓના બલિદાનને સ્મરણ કરતાં ભક્તિભાવપૂર્ણ માહોલમાં ભજન અને કિર્તન યોજાયા હતા.

કોર્પોરેટર દક્ષેશ માવણીએ આ પ્રસંગે સાહિબજાદાઓના અદ્વિતીય બલિદાનને નમન કરી જણાવ્યું હતું કે, તેમનો ત્યાગ અને શૌર્ય આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart