“વોર્ડ 3 ને મળ્યો આનંદનો ઉપહાર”: કોર્પોરેટર મહેશ અણઘણ પાસોદરા વિસ્તારમાં આધુનિક પાર્ટી પ્લોટને મંજૂરી

“વોર્ડ 3 ને મળ્યો આનંદનો ઉપહાર”: કોર્પોરેટર મહેશ અણઘણ પાસોદરા વિસ્તારમાં આધુનિક પાર્ટી પ્લોટને મંજૂરી

na

કઠોદરા અને પાસોદરા વિસ્તારમાં રહેવાસીઓ માટે ખુશીના સંદેશા સાથે વોર્ડ 3 ના કોર્પોરેટર મહેશ This અણઘણે જાહેરાત કરી છે કે સ્થાનિક લોકોની લાંબા સમયથી ચાલતી માગણી હવે પૂર્ણ થઈ ગઈ છે. પાસોદરા ગામની સીમમાં રૂ. ૩.૬૮ કરોડના ખર્ચે ૯૦૦૦ ચો.વા. વિસ્તારમાં આધુનિક પાર્ટી પ્લોટ બનાવવાની મંજૂરી મળી ગઈ છે.

લગ્ન, સગાઈ, જન્મદિવસ જેવા પ્રસંગો માટે રહેવાસીઓએ અત્યાર સુધી ખાનગી ફાર્મહાઉસમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો. હવે આ નવો પાર્ટી પ્લોટ એ બોજ ઘટાડશે અને દરેક પરિવારને પોતાના વિસ્તારામાં જ સરળ અને ઓછા ખર્ચે પ્રસંગો ઉજવવાની સુવિધા આપશે.

આ પાર્ટી પ્લોટમાં ઉપલબ્ધ થશે એવી મુખ્ય સુવિધાઓ:

વિશાળ અને આકર્ષક ગ્રીન લોન

મોટું અને સુસજ્જ સ્ટેજ

આધુનિક રસોડું અને પેન્ટ્રી

વર-વધૂ તથા મહેમાનો માટે બદલવાની રૂમ

ગાડીઓ માટે વિશાળ પાર્કિંગ

લાઇટિંગ તેમજ સુંદર બગીચાની વ્યવસ્થા

આ યોજનાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે હવે તેમના પ્રસંગો વધુ યાદગાર, સસ્તા અને સરળતાથી આયોજન કરી શકાય તેવા બનશે. ઊંચા ફાર્મહાઉસ ભાડાની ચિંતાથી મુક્ત થઈને દરેક પરિવાર પોતાના વિસ્તારામાં જ ધામધૂમથી ઉજવણી કરી શકશે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart