વોર્ડ 15 (કરંજ-મગોબ)ના કોર્પોરેટર રાજેશકુમાર જોલીયા મંગળવારે ભાજપ પરિવાર દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમમાં કરંજના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, મુખ્ય વક્તા તરીકે પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, સાથી કોર્પોરેટરશ્રીઓ, પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, ભાજપ કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
