પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિના અવસરે વોર્ડ 15ના કોર્પોરેટર રાજુભાઈ જોલિયાએ આજે સવારે તેમના ચિત્ર પર “પુષ્પાંજલિ” અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી.
આ ઉજવણી અંતર્ગત ખાસ “એક પેડ મા કે નામ” વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સામાજિક સેવાભાવને પ્રતિબિંબિત કરે છે.
કાર્યક્રમમાં સાથી કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રમુખ અને મહામંત્રીશ્રી સાથે વોર્ડના તમામ કાર્યકર્તા ભાઈઓ-બહેનો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
