ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર કાર્યાલય ખાતે યોજાયેલી ઝૂમ મીટિંગમાં વોર્ડ 23ના કોર્પોરેટર પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી તથા બાલવીર દિવસના કાર્યક્રમોના સફળ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી.
આ બેઠક દરમિયાન પક્ષના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીશ્રીઓ સાથે પરેશ પટેલે ચર્ચા કરી અને કાર્યક્રમોને સુવ્યવસ્થિત અને સફળ બનાવવા માટે માર્ગદર્શન તથા જરૂરી સૂચનો આપ્યા.
તેમણે અટલ બિહારી વાજપેયીજીના રાષ્ટ્ર માટેના યોગદાનને જનજન સુધી પહોંચાડવા તેમજ બાલવીર દિવસના માધ્યમથી યુવાનોમાં પ્રેરણા જાગૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ કાર્યક્રમોને અસરકારક બનાવવા માટે સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી.
