વરાછા વોર્ડ નં. 5, વલ્લભાચાર્ય રોડ પર લીનીયર પાર્ક ઓપન વોકવેનું ખાતમૂહૂર્ત યોજાયું, જેમાં વરાછા ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી મુખ્ય હસ્તે હાજરી આપી અને કાર્યક્રમનું આયોજન કર્યું.
આ કાર્યક્રમમાં વોર્ડ 5ની કોર્પોરેટર નિરાલી પટેલ સહિત વોર્ડ પ્રમુખ, મહામંત્રી, સંગઠનના અન્ય હોદ્દેદાર, સોસાયટીના પ્રમુખ, સમુદાયના આગેવાન અને અનેક શુભેચ્છકો હાજર રહ્યા. તેમણે કાર્યક્રમમાં ભાગ લઈ પોતાના સહયોગ અને ટેકો દર્શાવ્યો.
