સુરત: “શહેરી વિકાસ વર્ષ 2025” ની ઉજવણીના ભાગરૂપે, સુરત મહાનગરપાલિકાએ શહેરી શેરી ફેરિયાઓને આર્થિક સહાય અને સરકારની યોજનાઓ દ્વારા સશક્ત બનાવવા માટે “લોક કલ્યાણ મેળા” નું આયોજન કર્યું. આ પહેલ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના અંતર્ગત કરવામાં આવી હતી, જે શહેરી શેરી ફેરિયાઓને તેમની રોજગારી માટે વર્કિંગ કેપિટલ લોન પ્રદાન કરે છે.
કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય કાંતિ બાલર, મહાનગરપાલિકાના અધિકારીઓ, વિવિધ સમિતિના ચેરમેન્સ અને કોર્પોરેટરો સહિત વોર્ડ 5 ની કોર્પોરેટર નિરાલી પટેલ ઉપસ્થિત રહી. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને નાણાકીય સહાય આપવામાં આવી અને તેમના પરિવારના સભ્યોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
આવા જનકલ્યાણકારી કાર્યક્રમો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના આતિમનિર્ભર ભારતના દ્રષ્ટિકોણ સાથે સંકળાયેલી છે, જે નાના વેપારીઓને આર્થિક રીતે સશક્ત બનાવે છે અને સ્થાનિક ફેરિયાઓમાં આર્થિક સ્વાયત્તતા પ્રોત્સાહિત કરે છે.
