વોર્ડ નં. 16ની કોર્પોરેટર પાયલ સકારિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પરિવારની મહિલાઓ સમાજમાં સ્ત્રીઓના પ્રતિનિધિત્વને વધુ મજબૂત અને સશક્ત બનાવવા માટે એકત્રિત થઈ ચર્ચા-સંવાદ કર્યો હતો. આ અવસરે મહિલાઓએ સાથે મળીને હળવો આનંદ-ઉત્સવ પણ ઉજવ્યો હતો.
તેમણે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મહિલા નગરસેવકો અને મહિલા કાર્યકર્તાઓએ પોતપોતાના વિસ્તારોમાં મહિલા નેતૃત્વને આગળ વધારવા સાથે લોકસેવાના ક્ષેત્રે અનેક નવા સોપાનો સર કર્યા છે અને સમાજમાં મહિલા પ્રતિનિધિત્વનું સકારાત્મક ઉદાહરણ રજૂ કર્યું છે.
આ સંવાદ દરમિયાન એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે મહિલા શક્તિ રાજકારણની મજબૂત આધારશિલા છે અને તેમની વિચારધારા, સૂચનો તથા સક્રિય ભાગીદારી શહેરના વિકાસ માટે નવી દિશા આપશે.
