વાર્ડ નં. 3ના કોર્પોરેટર મહેશ અણઘણે BJP પર સાધ્યો પ્રહાર, કહ્યું – “મત લેનારાઓ માટે આલીશાન ઓફિસો, મત આપનારાઓ માટે ગંદકીનું સામ્રાજ્ય” સરથાણા બ્રિજ નીચે

વાર્ડ નં. 3ના કોર્પોરેટર મહેશ અણઘણે BJP પર સાધ્યો પ્રહાર, કહ્યું – “મત લેનારાઓ માટે આલીશાન ઓફિસો, મત આપનારાઓ માટે ગંદકીનું સામ્રાજ્ય” સરથાણા બ્રિજ નીચે

na

વારંવાર રજૂઆતો કરવા છતાં સુરતના સરથાણા બ્રિજ નીચેની ગંદકી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ દૂર ન થવાને લઈને વોર્ડ નં. 3ના કોર્પોરેટર મહેશભાઈ અણઘણે તીખો આક્ષેપ કર્યો છે. ‘આપ’ કાર્યકરો સાથે સ્થળ મુલાકાતે પહોંચી તેમણે ‘પોલ-ખોલ’ અભિયાન ચલાવ્યું અને ભાજપ શાસકો તથા તંત્ર પર આકરા પ્રહારો કર્યા.

મહેશ અણઘણે કહ્યું કે, “મત લેનારાઓ માટે આલીશાન ઓફિસો છે, પરંતુ મત આપનાર સામાન્ય જનતાને ગંદકીના સામ્રાજ્યમાં જવું પડે છે. શું ભાજપના કોઈ ધારાસભ્ય પોતાના ઘર સામે આવી ગંદકી સહન કરે?”

તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે આ સ્થળ અસામાજિક તત્વોનું અડ્ડું બની ગયું છે. “સરથાણા બ્રિજ નીચે ખુલ્લેઆમ જુગાર રમાય છે, દારૂ પીવામાં આવે છે અને ગાંજાનું વેચાણ થાય છે. છતાં તંત્ર ચૂપ છે,” એમ અણઘણે કહ્યું.

કોર્પોરેટરે જણાવ્યું કે તેમણે અગાઉ સુરતના મેયરને પણ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયા નથી. “અહીં લોકો ખુલ્લેઆમ અપશબ્દો બોલે છે, જેના કારણે અહીંથી પસાર થતા બાળકો અને મહિલાઓ પર નકારાત્મક અસર પડે છે. પોલીસની PCR વાન દિવસમાં ઘણીવાર અહીંથી પસાર થાય છે, છતાં પોલીસ પણ આંખ આડા કાન કરે છે,” એમ અણઘણે ચાર્જ કર્યો.

તેમણે ધારાસભ્યોની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યો: “શું આ વિસ્તારના ધારાસભ્ય પોતાના ઘર પાસે આવી ગંદકી અને ન્યૂસન્સ ચાલવા દે? આ સમસ્યા દૂર કરવી તેમની પણ જવાબદારી છે, પરંતુ એકપણ ધારાસભ્યે આ મુદ્દે ગંભીરતા દાખવી નથી.”

મહેશ અણઘણે વધુમાં જણાવ્યું કે પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબને પણ મહિના પહેલાં લેખિત રજૂઆત કરેલી હતી, પરંતુ આજદિન સુધી કોઈ કડક પગલાં લેવાયા નથી.

અંતમાં અણઘણે તંત્ર અને ભાજપ શાસકોને ઘેરતા કહ્યું: “સરથાણા ઝોનના આ બ્રિજ નીચે અસહ્ય ગંદકી, દારૂ, જુગાર અને ગાંજાની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે. તંત્ર અને ભાજપ શાસકોને આ શરમજનક બેદરકારી માટે જવાબદાર ઠેરવવા જોઈએ.”


-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart