વોર્ડ નં. 6ના કોર્પોરેટર દક્ષેશ માવણીની ઉપસ્થિતિમાં સંત શ્રી શામજીબાપુની 43મી પુણ્યતિથિ ભક્તિભાવથી ઉજવાઈ

વોર્ડ નં. 6ના કોર્પોરેટર દક્ષેશ માવણીની ઉપસ્થિતિમાં સંત શ્રી શામજીબાપુની 43મી પુણ્યતિથિ ભક્તિભાવથી ઉજવાઈ

na

અમરોલીની પવિત્ર ધરતી પર પરમ પૂજ્ય સંત શ્રી શામજીબાપુની 43મી પુણ્યતિથિ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ. આ ધાર્મિક કાર્યક્રમમાં વોર્ડ નં. 6ના કોર્પોરેટર દક્ષેશ માવણી ખાસ ઉપસ્થિત રહ્યા અને સંતશ્રીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

આ અવસરે કોર્પોરેટર દક્ષેશ માવણી જણાવ્યું કે, સંત શ્રી શામજીબાપુનું જીવન પરોપકાર, સેવા અને અડગ ભક્તિનો ઉત્તમ પર્યાય હતું. તેમના દિવ્ય વિચારો અને સમાજહિત માટે કરેલા સેવાકીય કાર્યો આજે પણ અનેક લોકોને પ્રેરણા આપે છે.

સ્થાનિક ભક્તો અને સંતોના અનુયાયીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પુણ્યતિથિ નિમિતે ભજન-કીર્તન અને સ્મરણ કાર્યક્રમો યોજાઈ, જેમાં સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ભાવનાથી છવાઈ ગયું હતું. સંત શ્રી શામજીબાપુના જીવનમૂલ્યો આવનારી પેઢી માટે માર્ગદર્શક બની રહેશે, એવું પણ આ અવસરે જણાવાયું.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart