વોર્ડ નં. 5માં વરાછા મેઈન રોડ પર સ્પીડ બ્રેકરનું નિર્માણ; કોર્પોરેટર નિરાલી પટેલે કરી સ્થળ મુલાકાત

વોર્ડ નં. 5માં વરાછા મેઈન રોડ પર સ્પીડ બ્રેકરનું નિર્માણ; કોર્પોરેટર નિરાલી પટેલે કરી સ્થળ મુલાકાત

na

વોર્ડ નં. 5ના અશ્વની કુમાર / ફૂલપાડા વિસ્તારની ઊર્મિ સોસાયટી, વરાછા મેઈન રોડ પર આજે સ્પીડ બ્રેકરનું નિર્માણ કરવામાં આવ્યું. આ કામગીરી બાદ વોર્ડ નં. 5ની કોર્પોરેટર નિરાલી પટેલે સ્થળ પર જઈ સ્થાનિકોની મુલાકાત લીધી અને કામગીરીની તપાસ કરી.

સ્થાનિક નાગરિકો દ્વારા લાંબા સમયથી વાહનોની ઝડપી ગતિને કારણે અકસ્માતોની ફરિયાદ કરવામાં આવી રહી હતી. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યો છે, જેથી પેદેસ્ટ્રિયન અને વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે.

કોર્પોરેટર નિરાલી પટેલે જણાવ્યું કે, નાગરિકોની સલામતી અને મૂળભૂત સુવિધાઓનું મજબૂતીકરણ તેમની પ્રાથમિકતા છે. સ્થાનિક લોકોએ સમયસર કરવામાં આવેલી કામગીરી બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart