વોર્ડ 17ના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કારગીલચોકથી કિરણ ચોક રોડ સુધીના ડિવાઈડર નિર્માણને લઈને લાંબા સમયથી ચાલતી અટકાવટનો ઉકેલ લાવ્યો છે. વિસ્તારના કેટલાક લોકોને ગેરમાર્ગે દોરીને કામ રોકાવવાની કોશિશો થતા કામ વારંવાર અટકી રહ્યું હતું.
સુહાગિયા જણાવ્યા મુજબ, તેઓ ત્રણથી ચાર વખત સ્થળ પર જાતે પહોંચ્યા હતા અને સ્થાનિક લોકો, કોન્ટ્રાકટર તથા અધિકારીઓને સાથે રાખીને ડિવાઈડરની સેન્ટર લાઈન નક્કી કરી હતી. છતાં, એક રાજકીય પક્ષના થોડાક કાર્યકરોએ લોકોને ગેરમાર્ગે દોરીને કામ રોકાવવા પ્રયાસ કર્યો હતો.
લાગતાર ચર્ચા, સ્થળ મુલાકાત અને સમજૂતી બાદ અંતે નક્કી કરાયેલ અસલ સેન્ટર લાઈન પર જ ડિવાઈડર બનાવવાનું અંતિમ નક્કી થયું છે. હવે કામ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે અને કોર્પોરેટર સુહાગિયાએ સ્થળ પર જઈ કામની પ્રગતિની મુલાકાત લીધી.
કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પુનઃ વ્યકત કરતા જણાવ્યું: "કામ કરીશું અવિરત વોર્ડ બનાવીશું ખુબસુરત"
