આજરોજ રાજુલા તાલુકાના મારા મતવિસ્તાર વાવેરા ગામ ખાતે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ઘાણો નદીના પુલ પર આવેલા જૂના પુલના બદલે નવા પુલનું નિર્માણ રૂ. બે કરોડના ખર્ચે મંજૂર થવા પામ્યું છે. આ નવા પુલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હીરાભાઈ સોલંકીના હસ્તે યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન ગામના સ્થાનિક આગેવાનો, સરપંચ શ્રી, ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
