વરાછા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાઓનો નિવારણ અને રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આજે વોર્ડ નં. 6 ના કોર્પોરેટર દક્ષેશ માવાણી દ્વારા પોલીસ કમિશનરશ્રી તેમજ વરાછા અને સરથાણા ઝોનના ઉચ્ચ અધિકારીઓ સાથે સંયુક્ત સ્થળ મુલાકાત લેવામાં આવી.
સ્થળ મુલાકાત દરમિયાન ખાસ કરીને વરાછા મેઈન રોડ (બ્રિજ નીચે), પોદાર આર્કેડથી હીરાબાગ સર્કલ, હીરાબાગ સર્કલથી સરથાણા જકાતનાકા અને હીરાબાગ સર્કલથી વલભાચાર્ય રોડ સુધીના વિસ્તારોમાં થતા ગેરકાયદેસર દબાણોની વિગતવાર તપાસ કરવામાં આવી. ટ્રાફિકમાં અવરોધરૂપ બનેલા આવા દબાણો તાત્કાલિક દૂર કરવા અને કડક કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી.
