વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ માવાણીના નેતૃત્વમાં સુરતમાં સ્વદેશી થીમ પર ભવ્ય મેરેથોન; સુરતીઓનો ઉત્સાહ ઉફાન પર

વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ માવાણીના નેતૃત્વમાં સુરતમાં સ્વદેશી થીમ પર ભવ્ય મેરેથોન; સુરતીઓનો ઉત્સાહ ઉફાન પર

na

સુરતમાં આજે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિશાળ "મેરેથોન દોડ" માં સુરતીઓએ ઉમળકાભર્યો ઉત્સાહ દર્શાવ્યો. દોડનો મુખ્ય હેતુ ‘હર ઘર સ્વદેશી – ઘર-ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ જેવી રાષ્ટ્રવ્યાપી પહેલને વધુ વેગ આપવાનો હતો.

વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ માવાણી પણ દોડમાં જોડાયા અને નાગરિકોને સ્વદેશી અપનાવવાનો અને દેશના આર્થિક સશક્તિકરણમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા.

આ આયોજન દરમ્યાન સંદેશ આપવામાં આવ્યો કે, “વર્ષ ૨૦૪૭માં 'વિકસિત ભારત' ના નિર્માણ માટે આત્મનિર્ભરતા જ એકમાત્ર માર્ગ છે.” વધુમાં જણાવાયું કે, “આ દોડ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ દેશના આર્થિક સશક્તિકરણ માટેની એક પહેલ હતી.”

સુરતીઓએ ‘ફિટ ઇન્ડિયા’ અને ‘સ્વદેશી’ નો સંદેશ ઊર્જાપૂર્વક અપનાવ્યો. તમામ ભાગ લેનાર નાગરિકોને સંદેશ મારફતે અભિનંદન પાઠવવામાં આવ્યા: “આ ભવ્ય આયોજનમાં જોડાઈને 'ફિટ ઈન્ડિયા' અને 'સ્વદેશી' નો સંદેશો આપનાર તમામ ઊર્જાવાન નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન.”

દોડના અંતે સ્વદેશી ઉત્પાદનો અપનાવવાનો અને ભારતને વિકાસના શિખરે પહોંચાડવામાં પોતાનું યોગદાન આપવાનો આહ્વાન કરવામાં આવ્યો.“આજરોજ ઉધના વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે વિસ્તાર ની બહેનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart