વોર્ડ નં. 17ના કોર્પોરેટર સ્વાતી ક્યાડાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશને આસામ વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી સહ-ઇન્ચાર્જ તરીકેની જવાબદારી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.
આ પ્રસંગે કોર્પોરેટર સ્વાતી ક્યાડાએ જણાવ્યું કે દર્શનાબેન જરદોશનો વિશાળ રાજકીય અનુભવ, સંગઠનક્ષમતા અને જનસેવાની પ્રતિબદ્ધતા આસામ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવશે. તેમના નેતૃત્વ હેઠળ પાર્ટી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે એવી તેમને ખાતરી વ્યક્ત કરી.
સ્વાતી ક્યાડાએ દર્શનાબેન જરદોશને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી અને તેમના રાષ્ટ્ર તથા સંગઠન પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી.
