વોર્ડ નં. 16ની કોર્પોરેટર પાયલ સકારિયાએ આજે અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે Donate Life Organ Donation સંસ્થાના આયોજન હેઠળ યોજાયેલા “કાઇટ ફેસ્ટિવલ – ઓર્ગન ડોનર ફેમિલીઝ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી. આ કાર્યક્રમમાં અંગદાન કરનાર પરિવારો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે પાયલ સકારિયાએ અંગદાન કરનાર દાતાઓ અને તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું કે તેમની નિષ્ઠાવાન સેવા અનેક લોકોને નવું જીવન આપે છે. તેમણે કહ્યું કે અંગદાન માત્ર એક તબીબી પ્રક્રિયા નથી, પરંતુ માનવતાની ઉત્તમ સેવા છે.
તેમણે સમાજને આ વિષય પર જાગૃત થવા અને વધુ લોકો આગળ આવી અંગદાન માટે પ્રતિબદ્ધ થવાની અપીલ કરી. આવા કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવી અને જીવન બચાવવાનું મહત્વ સમજાવવું અત્યંત જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
