વોર્ડ નં. 5ની કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા હિરાબાનો ખમકારના શિક્ષણ સહાય અભિયાનને બિરદાવ્યું

વોર્ડ નં. 5ની કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા હિરાબાનો ખમકારના શિક્ષણ સહાય અભિયાનને બિરદાવ્યું

na

વોર્ડ નં. 5ની કોર્પોરેટર નિરાલી પટેલે હિરાબાનો ખમકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી એક મહત્વપૂર્ણ સમાજહિતની પહેલને ઉમદા અને પ્રશંસનીય ગણાવી છે. આ અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારના બાળકોને શાળા શિક્ષણ માટે પ્રતિ બાળક રૂ. 7,500ની આર્થિક સહાય આપવામાં આવી રહી છે, જે શિક્ષણના ક્ષેત્રે એક પ્રેરણાદાયક પગલું છે.

આ પવિત્ર સેવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિન નિમિત્તે શરૂ કરવામાં આવી છે, જે શિક્ષણ અને સમાજસેવાને સમર્પિત એક અનોખી પહેલ તરીકે જોવામાં આવી રહી છે. નિરાલી પટેલે જણાવ્યું કે દીકરીઓના ભવિષ્યને મજબૂત બનાવવાનું આ કાર્ય સમાજ માટે આશાનો દીવો બની રહ્યું છે અને અનેક પરિવારોને નવી દિશા આપે છે.

કોર્પોરેટર નિરાલી પટેલે ઉમેર્યું કે આવા સમાજહિતના કાર્યોમાં જોડાઈને સેવા કરવાની તક મળવી ખરેખર ગૌરવ અને આનંદની વાત છે. તેમણે હિરાબાનો ખમકારના કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવી રહેલા પિયુષ દેસાઈ માટે શુભકામનાઓ પાઠવી અને ઈશ્વરને પ્રાર્થના કરી કે તેમને વધુ હિંમત, શક્તિ અને સદબુદ્ધિ પ્રાપ્ત થાય, જેથી તેઓ સતત આવા માનવતાભર્યા અને સેવાભાવી કાર્યો કરતા રહે.

તેમણે કહ્યું કે આ અભિયાનમાં સહભાગી બનવાથી જે આત્મસંતોષ અને આનંદની અનુભૂતિ થાય છે, તે શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. આવા પ્રયત્નો સમાજને એકતાની દિશામાં આગળ વધારતા હોવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart