વોર્ડ નં. 5ના અશ્વની કુમાર / ફૂલપાડા વિસ્તારના શિવ નગર સોસાયટીમાં સ્થાનિકોની પ્રાથમિક સમસ્યાઓ અંગે ફરિયાદ મળતા જ કોર્પોરેટર નિરાલી પટેલે આજે સ્થળ પર મુલાકાત લીધી. તેમણે સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ અંગે સીધી જાણકારી મેળવી.
કોર્પોરેટર નિરાલી પટેલે સ્થાનિકોને ખાતરી આપી કે તેમની સમસ્યાઓને સંબંધિત વિભાગ સુધી પહોંચાડી તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે અને વોર્ડના વિકાસ માટે સતત પ્રયત્નો ચાલુ રહેશે.
