વોર્ડ નં. 6ના કોર્પોરેટર દક્ષેશ માવાણી કતારગામ સ્થિત Akshar’s Amazing Kids International Pre School અને Rosary English Academy દ્વારા આયોજિત વાર્ષિક મહોત્સવ “Akshar’s Amazing Festive” માં સહભાગી થયા હતા અને બાળકોને પ્રોત્સાહિત કરવાનો લ્હાવો મળ્યો હતો.
“The Festival of Joy, Happiness & Culture” થીમ પર આધારિત આ કાર્યક્રમમાં નાનકડા ભૂલકાઓએ સ્ટેજ પર આપેલી પ્રસ્તુતિ ખરેખર પ્રશંસનીય રહી. શિક્ષણની સાથે સાહિત્ય અને કલાનો સુંદર સંગમ જોવા મળ્યો, જેનાથી ઉપસ્થિત સૌને ખૂબ આનંદ અનુભવાયો.
