વોર્ડ નં. 6 કતારગામ વિસ્તારના બૂથ નં. 16, મહાવીર સોસાયટી, ઘર નં. 11 ખાતે રાજનભાઈ પટેલના નિવાસસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમનો 129મો એપિસોડ સામૂહિક રીતે નિહાળવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વોર્ડ નં. 6 ના માનનીય કોર્પોરેટર સોનલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બૂથ પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, સોસાયટીના પ્રમુખ શ્રી દીપકભાઈ ભાટીયા, તેમજ સોસાયટીના આગેવાનો અને કાર્યકર્તાઓની વિશેષ હાજરી રહી હતી. સૌએ મળીને પ્રધાનમંત્રીના સંદેશને ધ્યાનપૂર્વક સાંભળ્યો અને તેમના વિચારો પર ચર્ચા કરી.
કોર્પોરેટર સોનલ દેસાઈએ જણાવ્યું કે, ‘મન કી બાત’ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ સાધે છે, જેનાથી સામાજિક જાગૃતિ અને રાષ્ટ્રીય એકતાને વધુ બળ મળે છે. કાર્યક્રમ અંતે સૌએ દેશના વિકાસ અને સમાજહિત માટે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
