આજ રોજ *વોર્ડ નં. 7 (કતારગામ–વેડ)*ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવએ સુરત મહાનગર પાલિકાના નવા કમિશ્નર શ્રી એમ. નાગરાજન, IAS સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને પદભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા.
આ મુલાકાત દરમિયાન વોર્ડ નં. 7 સંબંધિત વિવિધ નાગરિક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી તેમજ તેના પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકાર્યો, મૂળભૂત સુવિધાઓ અને નાગરિકોને પડતી સમસ્યાઓ અંગે ધ્યાન દોરવામાં આવ્યું.
લાઈટ અને ફાયર સમિતિના વાઇસ ચેરમેન તરીકે નરેન્દ્ર પાંડવે વોર્ડમાં સમયસર કામ પૂર્ણ થાય અને જનસુવિધાઓ વધુ મજબૂત બને તે માટે સંકલિત પ્રયાસોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. આ બેઠક સકારાત્મક રહી અને વોર્ડના વિકાસ માટે સહકારની ખાતરી આપવામાં આવી.
