વોર્ડ નં. 16માં ‘Step of Inspiration’ ગ્રુપ દ્વારા યુવા દિનનો ઉત્સાહભર્યો કાર્યક્રમ

વોર્ડ નં. 16માં ‘Step of Inspiration’ ગ્રુપ દ્વારા યુવા દિનનો ઉત્સાહભર્યો કાર્યક્રમ

na

યુવા દિનના અવસરે વોર્ડ નં. 16માં “Step of Inspiration” ગ્રુપ દ્વારા યુવાનો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા.

આ પ્રસંગે વોર્ડ નં. 16ના કોર્પોરેટર પાયલ સકારિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનોને સંબોધતા કહ્યું કે, યુવાનો દેશનું ભવિષ્ય છે અને તેમને રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે સક્રિય રીતે આગળ આવવું જોઈએ. તેમણે યુવાનોને સમાજ અને દેશ માટે જવાબદારીપૂર્વક કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં પ્રેરણા જગાવીને તેમને સામાજિક અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદાર બનાવવાનો હતો. ઉપસ્થિત યુવાનો દ્વારા આ પહેલને વખાણી હતી અને આવા કાર્યક્રમો વધુ યોજવા માંગ વ્યક્ત કરી હતી.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart