સુરતના વોર્ડ નંબર 6, કતારગામ વિસ્તારમાં આવેલા બુથ નંબર 16ની મહાવીર સોસાયટીમાં ઘર નંબર 11 ખાતે રાજનભાઈ પટેલના નિવાસસ્થાને 129મા એપિસોડનો ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વોર્ડ 6ના કોર્પોરેટર સોનલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન બુથ પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, સોસાયટીના પ્રમુખ શ્રી દીપકભાઈ ભાટીયા તેમજ સોસાયટીના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સૌએ મળીને વડાપ્રધાનના સંદેશને ધ્યાનપૂર્વક નિહાળ્યો અને રાષ્ટ્રહિત તથા સમાજ કલ્યાણને લગતા વિષયો પર ચર્ચા કરી.
આ કાર્યક્રમ દ્વારા નાગરિકોમાં જાગૃતિ વધે તેમજ જનભાગીદારી મજબૂત બને તેવો ઉદ્દેશ વ્યક્ત થયો હતો. કતારગામ વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો હતો.
