“મન કી બાત – રાષ્ટ્રહિતનો સંવાદ” કાર્યક્રમમાં વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ માવણીની ઉપસ્થિતિ

“મન કી બાત – રાષ્ટ્રહિતનો સંવાદ” કાર્યક્રમમાં વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ માવણીની ઉપસ્થિતિ

na

સુરત ખાતે વોર્ડ નંબર 22ના બુથ નંબર 174/175માં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રેરણાત્મક ‘મન કી બાત – રાષ્ટ્રહિતનો સંવાદ’ કાર્યક્રમનું પ્રસારણ યોજાયું હતું. આ અવસરે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દક્ષેશ માવણી પક્ષના કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ધ્યાનપૂર્વક નિહાળ્યો.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશના વિકાસ, સામાજિક એકતા, જનભાગીદારી અને રાષ્ટ્રહિતના વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું. રેડિયોના માધ્યમથી પ્રસારિત થતો ‘મન કી બાત’ કાર્યક્રમ દેશભરના નાગરિકોને એકતાના સૂત્રમાં બાંધી રાષ્ટ્ર વિકાસની ધારાને વધુ પ્રબળ બનાવે છે.

આ પ્રસંગે કોર્પોરેટર દક્ષેશ માવણીએ જણાવ્યું હતું કે, ‘મન કી બાત’ કાર્યક્રમ સામાન્ય નાગરિકોને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં જોડવાનું સશક્ત માધ્યમ છે અને આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મક વિચારધારાનો પ્રસાર કરે છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart