વોર્ડ નં. 5ના કોર્પોરેટર નિરાલી પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ 2026–27 વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવનારું અને સર્વાંગી વિકાસને વેગ આપનારું છે.
ભારતીય જનતા પાર્ટી સુરત કાર્યાલય ખાતે કેન્દ્રીય બજેટ 2026–27ના સંદર્ભે ‘બજેટ સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજીની અધ્યક્ષતામાં બજેટના મુખ્ય મુદ્દાઓ તથા ગુજરાતને થનારા દુરગામી લાભો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
નિરાલી પટેલે જણાવ્યું હતું કે આ બજેટમાં માળખાકીય વિકાસ, રોજગાર સર્જન, યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ તથા રાજ્યના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની યોજનાઓથી શહેરી વિકાસ, નાના વેપારીઓ અને સામાજિક કલ્યાણ ક્ષેત્રે મહત્વપૂર્ણ લાભ થશે તેવી માહિતી પણ આ સંવાદ દરમિયાન આપવામાં આવી.
કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારના બજેટને જનતા સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
