વોર્ડ નં. 5ના કોર્પોરેટર નિરાલી પટેલે જણાવ્યું હતું કે ભજન–કીર્તન મંડળ જેવી ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સમાજમાં સંસ્કાર, એકતા અને સકારાત્મકતા લાવવાનું કાર્ય કરે છે.
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આજે વોર્ડ નં. 5માં ભજન–કીર્તન મંડળની બહેનોને કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બહેનોના સમાજપ્રતિના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ પરેશ પટેલ, ધારાસભ્ય શ્રી કાંતિ બલાર, શહેર મહામંત્રી શ્રી કિશોર બિંદલ, ઘનશ્યામ કે. ઇટાલિયા (કાલુભાઈ) તથા પ્રદેશ કારોબારી સભ્ય શ્રી દમજી માવાણી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વોર્ડના સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
નિરાલી પટેલે જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓમાં જોડાયેલી બહેનોનું સન્માન કરવું ગૌરવની વાત છે અને ભાજપ હંમેશા સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતું રહેશે.
કાર્યક્રમ અંતે સમાજમાં એકતા અને સંસ્કૃતિને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
